સાંજ
સાંજ
એક સાંજ એવી પણ હોય,
જ્યાં એક સુંદર નજારો હોય.
આપણું નાનકડું એક ઘર હોય,
એ ઘરમાં બાલ્કનીનો એક ભાગ હોય.
જેમાં એક ખૂણે જુલો,
ને બીજે ખૂણે છોડોથી ભરાયેલ ગાર્ડન હોય.
ઠંડો પવન ને પંખીનો કલબલાટ હોય,
હિંચકતાં જુલે તમારાં ખભાં પર મારું માથું હોય.
જાણે દુનિયાનાભરનો કોઈ જ સાર ના હોય,
મન મૂકીને વાતો ને ઢળતાં સૂરજનો હાશકારો હોય.
લાંબે પાલે દેખાતાં એ આકાશના રંગો જેનો કોઈ ચિત્રકાર ના હોય,
લખુ મારાં શબ્દો તમારી સામે કંઇક મૌન ધરીને જેની કોઈ સીમારેખા ના હોય.
હવે તો બસ તમારી જ રાહ છે,
ને સાથે જ ચા પીવાની ચાહ છે.
અજાણ છો તમે, કે તમારાં વગર,
મારી એ ચાની ચુસ્કીનો ચુસ્કરો ના હોય,
જ્યારે જાણી લેશો ત્યારે સમજી પણ જશો કે,
તમારા વગર મારી આ કાલ્પનિક સાંજ પણ સાંજ ના હોય.

