તું આવીશ ?
તું આવીશ ?
તું આવીશ ?
તો હાથ લંબાવું, કહે તો પોતાને તારાં સુધી અંબાવું,
અધવચ્ચેથી નહીં,
શરૂઆતથી જ જાણ કરાવું,
ને ફરી એકવાર અજાણ્યા બની એ અબોલા સુધારું,
ખરેખર કોઈની ભૂલ હતી ખરી ?
કદાચ હોત તો આટલું સહેલું થોડી હોત એકબીજાને ભૂલાવવું,
આવ,
તો આપણાં વચ્ચે હતો, એ જ સાદથી તને પોકરું,
ને મારું ચાલે તો આખાં જગતમાં એના પડઘાં પડાવું,
ખાલી તો કશુંય નથી હવે, છતાંય અધૂરું લાગે છે,
છેક દૂર અંદર સુધી કંઈક તૂટ્યાં પછી, કશુંક ખૂટતું હોય તેવું લાગે છે,
તને જાણ છે ખરાં કે આ ઘા પર રૂઝ આવે છે ?
આવીશ ક્યારેક ?
તો ઈચ્છા છે કે તને એ શાંત સમો નાદ સંભળાવું,
તને એકવાર પણ ન થયું ?
કે એ ઘા રૂઝાવું,
ચાલ છોડી દઉં જૂનું સઘળું,
બોલ તું આવીશ ?
તો આજે હું હાથ લંબાવું,
તું કહી દે એકવાર તો હું પોતાને પણ તારાં સુધી અંબાવું.
