STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Romance Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Romance Others

મ્હોરી છે પ્રીત

મ્હોરી છે પ્રીત

1 min
316

હેં મેઘ ! શાને લીધા છે રૂસણાં ?..

એવી તે શાની છે ખીજ !..હેં મેઘ શાને..


જેઠ ગયો ને આવ્યો અષાઢ છે..

તારા આધારે સઘળો સંસાર છે..

સાવ કોરી અષાઢી બીજ !..હેં મેઘ શાને..


વૃક્ષોનાં મૂળમાં ધગતી વરાળ છે..

ખેડૂતની આંખોમાં શ્રદ્ધા અપાર છે..

ધરતીમાં વાવ્યા છે બીજ !..હેં મેઘ શાને..


પશુ પંખીને માનવ વ્યાકુળ છે..

ધરતીના પેટાળે સૂકાયાં જળ છે..

તરસે ને માંડે છે મીટ !..હેં મેઘ શાને..


રૂઠ્યા છો મેહુલિયા તમને મનાવશું..

ખીજયા છો અમથી તો તમને હસાવશું..

જોઈએ કેમ રાખો છો રીસ !..હેં મેઘ શાને..


વરસ્યો વરસાદ જાણે વહાલ તારૂ સાજણ..

ભૂમિ પાલવ મારાં હૈયાનું આંગણ..

"ઋજુ" અંકુરે મ્હોરી છે પ્રીત !..હેં મેઘ શાને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract