લાગણી
લાગણી
મે તો કર્યાં લાગણીનાં સરવાળા
જાણે મારા હાથ થયાં કંકુવાળા,
દુઃખોને જ્યારે મે ખુશીથી આવકાર્યા
ત્યારે પણ તેઓ સુખમાં પરિવર્તન પામ્યાં,
આમ મેં જીવનમાં રંગો નિહાળ્યાં
જાણે મારા હાથ થયાં કંકુવાળા,,
મે તો કર્યાં લાગણીનાં સરવાળા
જાણે મારા હાથ થયાં કંકુવાળા,
માંગણીનાં ગુણાકાર મે ઉત્સાહથી કર્યાં
ત્યારે મારા સમયનાં ભાગલા પાડ્યા
આમ મેં જીવનમાં રૂપો નિહાળ્યાં
જાણે મારા હાથ થયાં કંકુવાળા,
મે તો કર્યાં લાગણીનાં સરવાળા
જાણે મારા હાથ થયાં કંકુવાળા,
તડકા છાયડામાં મેં દિવસો વિતાવ્યા
રાતભર જાગીને સકારાત્મક વિચારો વાવ્યાં
આમ મેં જીવનમાં સ્વરૂપો નિહાળ્યાં
જાણે મારા હાથ થયાં કંકુવાળા,
મે તો કર્યાં લાગણીનાં સરવાળા
જાણે મારા હાથ થયાં કંકુવાળા.
