STORYMIRROR

Bharat Thacker

Abstract

4  

Bharat Thacker

Abstract

લાગણીની વાત

લાગણીની વાત

1 min
295

આમ જુઓ તો માનવ માત્ર લાગણીની વાત હોય છે

દરેક દરેક માનવ જાણે લાગણીની નાત હોય છે,


ક્યાંક છે લાગણીનું દુષ્કાળ, તો ક્યાંક લાગણી અનરાધાર છે

લાગણી પ્રમાણે માનવની વિસાત હોય છે,


લાગણીઓની આવતી હોય છે જિંદગીમાં ભરતી અને ઓટ

ક્યારેક લાગે સારો તો ક્યારેક ખારો, લાગણી તણો પ્રત્યાઘાત હોય છે,


લાગણીઓના બંધન જ બાંધી રાખે છે સહુને એકબીજા સાથે

લાગણી વગરનું જીવન, ધીમો ધીમો આત્મઘાત હોય છે,


લાગણી અને લાગણીવેડા વચ્ચે હોય છે પાતળી ભેદરેખા

ભેદરેખા જાળવજો, નહીં તો પછી જિંદગીમાં લાગણીના ઝંઝાવાત છે,


ઉમરના હિસાબે રહેતો હોય છે આપણી લાગણી તણો હિસાબ કિતાબ

ઉમરની દરેક લાગણીની માણો મજા, ઉમર પ્રમાણે જજબાત હોય છે,


કવિતા, ગઝલ, શેરો શાયરી, ભજન કે હોય પછી પ્રાર્થના

ભાત ભાત અને જાત જાતની લાગણીઓનું થયેલું આત્મસાત હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract