મનની મથામણ
મનની મથામણ
ચાલતી હોય મથામણ મનમાં
ને વિચારોનું વાવાઝોડું ફૂંકાય મગજમાં,
કરી જાય તહેસ-નહેસ બધાં સુવિચાર
બસ, બચાવીને નીકળી જાય નિરાશાના કુવિચાર,
કરવાનું હોય કંઈક નવી શરૂઆત
મનની મથામણો કરે મગજનો વલોપાત,
અટકાવી દે મારા હજાર કામો
મથામણને રોકવા માટે લેવો પડે વિસામો,
જો મનની મથામણમાં ગૂંચ ન પડવા દઈએ
તો જ આપણે કામની શરૂઆત કરી શકીએ,
વધું પડતું વિચારવાનું જો બંધ કરીએ
ને કામમાં મગજ લગાડીને દિલનાં ફેંસલા લઈએ,
તો જ નહીં થાય મનની મથામણ
ને મહેનત કરશે સફળતાને આપણી ભલામણ.