STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

પરિવારની ભાવના પર વાર

પરિવારની ભાવના પર વાર

1 min
476

પૈસાની આંધળી દોડ પાછળ જ થયા સહુ કોઈ ખુવાર છે,

પરિવાર થયો વિભક્ત અને પરિવાર શબ્દ પર જ થયો વાર છે.


સમર્પણ, આદર, કુટુંબ, હૂંફ, સ્નેહ અને આદરનો હતો વસવાટ,

જ્યારથી થયા એકલપંડે, ત્યારથી જિંદગીને પડી માર છે.


એ સફળતાનો શું ફાયદો જે કરી નાખે આપણને પરિવારથી અળગા,

સાચી સફળતા એ છે જેમાં ઝલકે પુરા પરિવાર નો પાવન પ્યાર છે.


સંયુક્ત પરિવારમાં હોતી હશે થોડી ઘણી અડચણો અને તકલીફો,

પણ એકદંરે જોવા જઈએ તો પરિવાર જ સાચી ખુશીઓને દ્વાર છે.


કુટુંબ વિવાદ ઉભું કરનારાઓથી સમાજ કરે છે નફરત એ છે ઇતિહાસ બોધ,

પરિવારમાં વેરઝેર ફેલાવનાર ઐતિહાસિક પાત્રો માટે લોકોમાં ભારોભાર ધિક્કાર છે.


સંયુક્ત પરિવારમાં ઉછરેલા બાળકોને હોય છે સાચી સમજ સંબંધોની,

સંયુક્ત પરિવારમાં મોટા થયેલા બાળકો, પરિવારના સપના કરે સાકાર છે.


આપણા સમાજમાં, પારિવારિક ફિલ્મોને મળતી સફળતા છે એ વાતનો પુરાવો,

પરિવાર છે આપણા સંસ્કાર અને સંયુકત પરિવાર આપણી અંદરની પુકાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract