સ્નેહ થકી ભીતર નીરખો
સ્નેહ થકી ભીતર નીરખો

મંદીર, મસ્જિદ પર કેમ લડે, રબ વસે હૃદયની ભીતરમાં
સ્નેહ થકી નીરખો જરા, ઈશ્વર અલ્લાહ દેખાશે ઘટ ઘટમાં
શું મારુ ને શું છે તારુ ? રાજ પરમાત્માનું જ છે કણ કણમાં,
હૃદય મંદિરમાં નીરખો જરા, પછી નીરખો ધરાના હરેક કણમાં,
સ્નેહ થકી નીરખો જરા, ઈશ્વર અલ્લાહ દેખાશે ઘટ ઘટમાં
મંદિરનાં ઘંટારવ કે શંખમાં મૌલવીની સંભળાતી બાંગમાં
એક જ નાદ શ્રદ્ધાનો ગુંજે, જે સંભળાઈ રહ્યો સદા ભીતરમાં,
સ્નેહ થકી નીરખો જરા, ઈશ્વર અલ્લાહ દેખાશે ઘટ ઘટમાં,
રંગ લોહીનો લાલ સહુનો, શરીર એક સમાન છે આ ધરામાં
ભાગ
લા પાડે સ્વાર્થી માનવ સદા, કેમ નીરખ્યા વિના જ અંતરમાં,
સ્નેહ થકી નીરખો જરા, ઈશ્વર અલ્લાહ દેખાશે ઘટ ઘટમાં,
નીરખો મુખ બાળકનું, માત્ર સ્નેહ છલકતો પ્રેમ ધરમ જ નજરે પડે
મોટો બનતાં આજ માનવ કેમ, ભાગલા પાડતો જ નજરે પડે
સ્નેહ થકી નીરખો જરા, ઈશ્વર અલ્લાહ દેખાશે ઘટ ઘટમાં,
'રાજ' ભીતર ભાળ્યું ઈ સંત ને પીર ભયા, મૂર્ખજન સદા લડતાં રહ્યાં
સમજો શાનમાં હવે તો માનવ, ઈશ્વર, અલ્લાહ વસે છે ઘટ ઘટમાં,
ભારત ભૂમિના લાલ આપણે, સ્નેહભાવ રાખો સહુ ઝાઝો અંતરમાં
સ્નેહ થકી નીરખો જરા, ઈશ્વર અલ્લાહ દેખાશે ઘટ ઘટમાં.