દૂર ક્યાં ગઈ છે ?
દૂર ક્યાં ગઈ છે ?
ગઈ છે તું દિલ તોડી ભલે પણ દિલથી દૂર પણ ગઈ જ નથી,
તૂટેલા મારા સપનાઓમાં પણ હજી તારા સિવાય કોઈ દેખાઈ જ નથી.
ડુંગરેથી વહેતા ઝરણાની જેમ પ્રેમમાં તરબોળ કરી તું વહી ગઈ,
હૈયાને ટાઢક આપી વિરહની આગમાં મુક્યો તોય તું હૈયેથી ભુલાઈ નથી.
પ્રીતની કહેલ વાતો કસમો તું ભલે ક્રોધની આગમાં બાળીને ગઈ,
શુદ્ધ પ્રેમની રીત ખુશી તારી ચાહવાની રીત મારાથી હજી ભુલાઈ નથી.
અંતરમાં ભલેને આગ જલે મુખેથી દુવા તારા માટે જ નીકળશે,
પોતાની કહી છે તો મારા પોતાની રહેશે પારકી હૈયેથી કદી થવાની નથી.
'રાજ ' જન્મ હજાર ધરું ધરા પર તોય વ્હાલી તું ક્યાં મુજથી ભુલાવાની છે,
શક વહેમે ભલેને તને દૂર કરી, અમર પ્રીત આપણી કદીક પ્રગટ થવાની જ છે.

