કરું
કરું
કરી યાદ તને સતત ઝંખ્યા કરું,
તારા વિયોગે પછી તડપ્યા કરું.
કોઈ ઉચ્ચારે તારું નામ મુખેથી,
એને હું સદા મારું જ માન્યા કરું.
અંતરથી અંતરનું જોડાણ કેવું !
મારામાં તારું રૂપ નિરખ્યા કરું.
ખેલ સઘળો આ છે નસીબનો,
વિધિની વક્રતા એ સમજ્યા કરું.
શબ્દદેહ ધરીને તું આવજે સમીપ,
શબ્દમાં ભાવ બધા આરોપ્યા કરું.
કસરત ચાલુ છે તને ભૂલવા કાજે,
પામી નિષ્ફળતાને હું હરખ્યા કરું.
ઓગાળી દીધી તારામાં જાત મારી,
ને પછી એકવચને બોલાવ્યા કરું.

