અંતરની બારી
અંતરની બારી
એક બારી અંતરની ઉઘાડી રાખજો,
મનમંદિરમાં દીવો પ્રગટાવી રાખજો,
સૂર સંભળાય છે વેણુના આજે પણ,
જીવન કૃષ્ણને નામ ઉધારી રાખજો,
હાથ ખિસ્સામાંથી ખાલી નવ નીકળે,
કર્ણ સરીખી જીવનમાં દાતારી રાખજો,
તાપણું એક પ્રજ્વલિત રહે ભીતરે,
આતમ રામની સેજ હૂંફાળી રાખજો,
જાત બાળી અને અંધારું નથી કરવું,
ચાંદ પૂનમનો રાત રઢિયાળી રાખજો.

