STORYMIRROR

Bharti Dave

Inspirational

4  

Bharti Dave

Inspirational

હું કવિતા છું

હું કવિતા છું

1 min
406

કલ્પનાનાં બે કાંઠા વચ્ચે અવિરત વહેતી હું કવિતા છું,

લોક હ્રદયમાં ધબકાર બની ધબકતી હું કવિતા છું.


હું ઉપવન, વૃક્ષ, પર્ણ, પુષ્પ અને રંગીન પતંગિયું,

ફૂલની ફોરમ અને પરાગમાંથી પ્રગટતી હું કવિતા છું.


માનવ હ્યદયની વ્યથાને કવિએ શબ્દ દેહ આપ્યો,

સંસ્કૃત સમાજ સામે આયનો ધરતી હું કવિતા છું.


ખળખળ નિનાદ કરતી લાગણીનો અસ્ખલિત પ્રવાહ,

સંવેદના, ઈચ્છા, આનંદ પરબ્રહ્મ પ્રકૃતિમાં વસતી હું કવિતા છું.


મલકતી, મહેકતી, બહેકતી અને ચહેકતી રહું,

કવિની કલ્પનાનાં ભાવ જગતમાં રમતી હું કવિતા છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational