ચૈતર વૈશાખના વાયરા
ચૈતર વૈશાખના વાયરા
આંખોમાં અમી છલકાય મારાં હૃદયે હરખની હેલી,
આવે જો સાજન ફાગણ લઈને તો રંગ કસુંબલ ઘોળું,
ચૈતર વૈશાખના વાયરા વિજોગણ વાયા,
મારી ચૂંદડીના છેડલાને ઝટ દઈને ખોસું,
હડિયું કાઢીને હું તો ખડકીએ દોડતી,
લાવે ચિઠ્ઠી પિયુની એને આખાં ચોખલિયે પોંખું,
કિનખાબી કાપને કાપડે ટાંક્યા કોયલ અને મોર,
કોયલે મેલ્યાં છે આજે આષાઢી ટહૂકા વાદળીની સાથે દોડું,
સાંબેલા ધારે આજે વરસે મેહુલિયો,
તનડું ભીંજાણું પણ, મનડું રહ્યું છે સાવ કોરું.
