STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

શું લખું તને માધા....

શું લખું તને માધા....

1 min
124

લખવા બેઠી છું આજ કાગળ તને માધા,

શું લખું તને ? શબ્દો રહે છે મારાથી આઘા,


જો હું પ્રેમ લખું, તો તું કૃષ્ણ સમજજે,

'ને લખું શ્રદ્ધા, તો તું સમજી લેજે રાધા,


હૈયાનાં ખાડિયામાં મેં મોરપીંછ ઝબોળ્યું,

ત્યાં તો દુન્યવી સંબંધોને પડી ગયાં વાંધા,


મૂર્તિ મનોહર તારી દલડે છૂપાઈને બેઠી છું,

સન્મુખ થઈ જાય તો, પુરી થાશે મારી બાધા,


ચૈતર વૈશાખના વિજોગણ વાયરા વાયા,

મારી ચૂંદડીમાં, જોજે તું આવે નહીં સાંધા.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational