STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational

4  

Vanaliya Chetankumar

Inspirational

જીવતા શીખ

જીવતા શીખ

1 min
605

જિંદગી મને રોજ શિખવે છે કે જીવતા શીખ

થોડું સમજીને અને થોડુ શીખીને જીવતા શીખ


થોડું ભૂલીને અને થોડું સમજાવીને જીવતા શીખ

થોડું પાળીને અને થોડું જાણીને જીવતા શીખ


થોડું જતું કરીને અને થોડું મલકીને જીવતા શીખ

થોડું રળીને અને થોડું કળીને જીવતા શીખ


થોડું માણીને અને થોડું માનીને જીવતા શીખ

થોડું ગમાડીને અને થોડું જમાડીને જીવતા શીખ


થોડું ઉગીને અને થોડું સાચવીને જીવતા શીખ

થોડું મૌનને થોડી મિત્રતાને સાચવીને જીવતા શીખ


થોડું જીવનને સાચવીને અને થોડું સમજીને જીવતા શીખ

જિંદગી મને રોજ શિખવે છે કે જીવતા શીખ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational