હરખે હરિ
હરખે હરિ
સદાચાર માનવ તણો જોઈને હરખે હરિ,
માનવતાના કામોને નિરખીને હરખે હરિ,
સૌથી સવાયો બનાવ્યો છે એણે મનુજ,
એમાં એનું પ્રતિબિંબ પારખીને હરખે હરિ,
એનેય હશે ઝંખના કદી માનવને મળવાની,
સત્યના શોધક વિભુ નિહાળીને હરખે હરિ,
દયા, સ્નેહ, કરુણા, શાંતિ એને ગમનારી,
માનવમાં આવું સ્હેજે ભાળીને હરખે હરિ,
ગુમાવે વૃથા માનવજન્મ એ થતા નારાજ,
એવાથી મુલાકાત એની ટાળીને હરખે હરિ.
