STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

ઉર મારું

ઉર મારું

1 min
475

હર ધબકારે રટે નામ તારું ઉર મારું,

શ્વાસ સરગમથી સહિયારું ઉર મારું,


સ્નેહસરિતા વહેતી નિરંતર શીતળને,

મનમંદિરે વિભુનો વાસ ધારું ઉર મારું,


ભાવના, લાગણી, દયા, કરુણાની મૂડી

જેના પર હું હરપળ વારું ઉર મારું,


રક્તસંગે પ્રભુપ્રેમ નસેનસમાં વહેનારો,

આસન હરિવરનું ત્યાં વિચારું ઉર મારું,


ઊભરાતું નયનથી અશ્રુ બનીને છલકે,

હૃદયદ્વારે અધિપત્ય હો તમારું ઉર મારું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational