STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

લાભ પાંચમ છે

લાભ પાંચમ છે

1 min
585

જીવન ઉત્કર્ષના પંથ પર,

હાલોને હાલીએ, લાભ પાંચમ છે.


સ્મરણીયે પ્રથમ દેવ દુંદાળા,

વ્યવસાયના ઉંબરે ,

શુભ -લાભના મંગલ સ્થાપન છે.


અર્પીએ અક્ષત, પુષ્પ સંગ દુર્વા,

શ્રીફળ કળશના છે શુકન,

વધાવીએ, રાજ પંચમ મુર્હૂત છે.


પ્રાથી પૂજી લખ્યું છે રે સવાયું,

શુભ સંકલ્પોને દેજો રે ઉજાળી,

દેતી આશિષ, તિથિશ્રી પંચમ છે.


આશાના દીપે ઝગમગ હો ભાવિ,

સ્વસ્તિકે શોભતી રંગોળી,

શતશત વંદના, મા સૌભાગ્ય પંચમ છે.


ભાગ્યશ્રી દેજો રે શુભ આશિષ,

અક્ષયા આનંદ વર્તાવવા,

નમીએ મા શારદા , દૈવી જ્ઞાન પંચમ છે.


નવલા વર્ષના નવલા નોંખા ઉમંગો,

પૂજી પ્રાથી પ્રેમે પ્રારંભીએ પ્રયાણ,

લલાટે લાલ તિલકે લભાવજો, લાભ પાંચમ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational