દિવ્ય પ્રસાદી સૃષ્ટિ ચેતના
દિવ્ય પ્રસાદી સૃષ્ટિ ચેતના


નિહાળી પાનખરમાં વૃક્ષોની દશા પામું વ્યથાવદે વૃક્ષ તપસ્યાનાં ફળ મળે ધીરજથી ભલા,
સમયનાં વહેણ તો વહેશે સદા નીજના રંગમાં
નીરખો તમે હવે મલકાતી કેવી કુંપળો ઉમંગમાં,
તામ્રવર્ણી પાંદડીઓ ફરફરી છેડતી મધુ સંગીતડાં,
દાતા તો દીધ્યા કરશે, તું ખુદ સંવર લઈ પાત્રતા,
ખીલી સૃષ્ટિ દેતી સંદેશ ઉર મ્હેંકાવતી આનંદમાં
દેખ કૌવત કેવી પલટાવી પાનખરને અમે વસંતમાં,
આવતા સપ્તાહે નિમંત્ર્યા છે અમે પરોપકારી વનમિત્રોને,
છલકતા રંગો થકી જોજો અમારી વધામણી ઋતુ વસંતની,
ભાગ્યશાળી છો તરુઓ તમે પૃથ્વીરજ સમ મળ્યા મિત્રથી,
સીંચે અમી તુજને રળવા સરપાવ સદા યૌવના વસંતના
વાહ કુદરત ! વદે ‘આકાશદીપ’ દિવ્ય પ્રસાદી સૃષ્ટિ ચેતના
ધન્ય ! ચક્ર સખા ભાવી, કોટિ વંદન તને ગુણીઅલ ધુળ ધરા.