પુનિત ઉજાસ
પુનિત ઉજાસ
સ્નેહથી સીંચજો એવી ધરા કે ખીલે ફૂલોની ઘટા
વહાવજો પ્રેમથી ગંગા ઉરે કે સર્વ હૈયાં ભૂલે વ્યથા,
છે ભરી અવિનાશીએ રે કરુણા કણકણમાં ભલા
મટી દાનવ થજો માનવ પુનિત ઉજાસ ઉરે પામવા,
રમે પાવક પ્રકાશ ધરતો ઊર્જા આ અખીલ બ્રહ્માંડમાં
પરમ મતિથી પામજે સદ ગતિ જ્ઞાન માર્ગના ઉજાસમાં,
શું લઈ આવ્યા, શું લઈ જવાના અવતરી અવનીએ
પ્રગટાવી શુક્લ ધ્યાન તું ઓળખજે અવિનાશીને.