STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

તું જ છું

તું જ છું

1 min
12.9K



જીંદગી ક્યાં પૂરી થઈ છે,

તે ઉદાસ છું,

હજુ જીવવાનું બાકી છે,

તું જ ખાસ છું,


આંખો બંધ કરી જોઇ લે,

તું જ શ્વાસ છું,

આંખો ખોલીને થા ઊભો,

તું જ આશ છું,


ફિકર પરિણામની શા હાટું?

તું કર્મનો દાસ છું,

શરૂઆત કર્યા પહેલાં જ,

તું ક્યાં નાપાસ છું?


અથાક શ્રમ કરીલે ફરી જો,

તું ક્યાં લાશ છું?

એ! સફળતા રાહ જોવે તારી,

તું જ ઉજાશ છું,


બને થવાય નિષ્ફળ તો શું થયું?

તું જ તારો પ્રકાશ છું,

સૂનકાર ને અંધકારને ભગાડે,

એ તું અવિનાશ છું,


કંઈક કરીને થા અમર વ્હાલા,

તું જ અવકાશ છું,

ભૂમિ પર નહિ તો યાદોમાં જ,

તું જ સુવાસ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational