STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

વર્તન.

વર્તન.

1 min
14.5K


વ્યક્તિનો સર્વાંગી પરિચય આપે છે વર્તન,

લઈને ગજ કોઈ રખેને એને માપે છે વર્તન,


વાણી કે વિચારો ક્વચિત ઉન્નત હોઈ શકે,

સફળતા કે નિષ્ફળતા મંત્ર જાપે છે વર્તન,


આચરણ એજ બની જાય બુનિયાદ એની,

ઊંચા સ્થાને એને સ્થાપે કે ઉથાપે છે વર્તન,


વર્તન જ સાધુ કે શૈતાનની ઓળખ આપતું,

કરેલી ભૂલને પણ કેવી એ સુધારે છે વર્તન,


સદાચાર એ જ પ્રગતિની નિશાની જાણવી,

દુરાચારથી અધોગતિનો પંથ કાપે છે વર્તન,


મન, વચનને કર્મમાં જો સત્યની ઝાંખી થતી,

માનવમાંથી મહામાનવ જેને બનાવે છે વર્તન.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Inspirational