કયાં છે દોસ્ત ?
કયાં છે દોસ્ત ?
એટલો તું અમીર કયાં છે દોસ્ત ?
ડંખતુ એ ખમીર કયાં છે દોસ્ત ?
વાત આગળ વધારવી તો છે,
એ તરફનો સમીર કયાં છે દોસ્ત ?
હાથ લંબાવી દાદ ના માંગે,
શેર છે, એ ફકીર કયાં છે દોસ્ત ?
ઝાંઝવાં ઓ સદા અમે પીધાં,
પ્યાસ મારી એ નીર કયાં છે દોસ્ત ?
આપણાં પર એ હોય છે નિર્ભર,
બાકી મનને લકીર કયાં છે દોસ્ત ?
તું જ કર તારા શબ્દની કિંમત,
હેમ છે, એ કથીર કયાં છે દોસ્ત ?
મ્હાત રાજા ને આપવા "જોગી"
પાયદળ છે, વજીર ક્યાં છે દોસ્ત ?
