STORYMIRROR

Mukesh Jogi

Inspirational Others

3  

Mukesh Jogi

Inspirational Others

અદાકારી નથી

અદાકારી નથી

1 min
434


વાત મારી તો ભલે ને આજ સ્વીકારી નથી

અર્થ એનો એ નથી કે દોસ્ત દિલદારી નથી


આપના એ આવવા, ના આવવાથી ફર્ક શું

જીંદગીની એ પળો પાછી ફરનારી નથી


મેંય હસવાનું હવે શીખી જ લીધું છે ખુદા

જીંદગી મારી હવે દુઃખોથી ડરનારી નથી


દિલને લેવી છે મજા તોફાનની હા, એટલે

મેં કદી તો શાંત જળમાં નાવ હંકારી નથી


એજ સામે આવશે "જોગી" હતો જે તું અહીં

આયનો છે, આયના પાસે અદાકારી નથી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational