STORYMIRROR

Mukesh Jogi

Inspirational Others

3  

Mukesh Jogi

Inspirational Others

વસંત પંચમી

વસંત પંચમી

1 min
27.9K


પાનખરનોય અંત આવે છે,

જયારે જયારે વસંત આવે છે,


કૂટનારા કપાળ ના જો તું,

કીડીઓ સાથ ખંત આવે છે,


હોય કાયા પ્રસ્વેદથી લથબથ,

ત્યાં જ સાચી સુગંધ આવે છે,


કૂંપળો આજ ફૂટી પસ્તીથી,

જયાં વસંતો જીવંત આવે છે,


એક સંતોષનુ મળે ધન તો,

કયાં પછી કોઈ તંત આવે છે,


ૠતુઓ વિષે રાંકને પૂછો,

એક સરખા જ ટંક આવે છે,


જાવ છું હું મુકામ છોડીને,

વાટ ત્યાંથી અનંત આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational