STORYMIRROR

Mukesh Jogi

Inspirational Others

4  

Mukesh Jogi

Inspirational Others

સૂર્યનો વંશજ છું

સૂર્યનો વંશજ છું

1 min
27.2K



તલવારની ધાર પર બેઠો છું,

તકદીરના દ્વાર પર બેઠો છું,


બૂ આવશે રક્તની વાતોમાં,

થઈ શબ્દ હથિયાર પર બેઠો છું,


ડૂબાડ કે તાર તારી મરજી,

મસ્તીથી મઝધાર પર બેઠો છું,


ઢંકાઈ તો ઢાંકવા છે સપનાં,

થઈ રાખ અંગાર પર બેઠો છું,


નાનો છું પણ સૂર્યનો વંશજ છું,

દીપક છું અંધાર પર બેઠો છું,


ઈર્ષાને કારણ બળ્યાં'તા ફૂલો,

બસ બે ઘડી ખાર પર બેઠો છું,


છો હોઉ ટટ્ટાર કે નતમસ્તક,

અજમાવ હર વાર પર બેઠો છું,


જોનાર તો સૌ તમાશો સમજે,

હું શ્ચાસની હાર પર બેઠો છું,


ચાહું મને એમ ચાહું કવિતા,

કોમળ એ ઉદ્દગાર પર બેઠો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational