વરસાદ પડે
વરસાદ પડે


વરસાદ પડે,મને કેફ ચડે,
ને, દિલ આખેઆખું દળદળે.
સુવાસ ભીની, ચારેકોર મળે,
કોઈ કહે એમાં, એવું શું ભળે?
રવ ઘેરો એવો, જગ ખળભળે,
કોઈ કહે ગગનમાં કોણ લડે?
ને, ધીમે ધીમે એ આવે ગળે,
કોઈ કહે હવે કોઈ કેમ રડે?
ભીંજાય આખું મન પળેપળે,
ને, મન માનીતું કોઈ મળે.
વરસાદ પડે, મને કેફ ચડે,
ને, દિલ આખેઆખું દળદળે.