અસ્ત થઈ ગયું
અસ્ત થઈ ગયું


ક્યાંક કોઈ અસ્ત થઈ ગયું,
રગે રગમાં કંપન અનુભવાતી.
શૂન્ય જ શૂન્ય સમસ્ત થઈ ગયું.
શૂન્યાવકાશમાં જીવતું આ મન,
પોતાનું હતું પ્રભુ હસ્ત થઈ ગયું,
એકલતા એકલતા બસ એકલતા.
કંઈક ખાલી જબરદસ્ત થઈ ગયું,
મોજની છોડો ઉડતી એક સમયે.
કોઈ આખે આખું ધ્વસ્ત થઈ ગયું,
ક્યાંક કોઈ અસ્ત થઈ ગયું...