બાવીસ વર્ષનાં સુખી લગ્નજીવન પછી
બાવીસ વર્ષનાં સુખી લગ્નજીવન પછી


બાવીસ વર્ષનાં સુખી લગ્નજીવન પછી
અચાનક વૈધ્વય આવવું જિંદગી અને મારા માટે
આધાત સમું હતું..
આજે વરસીની વિધિ પૂરી થયા બાદ
મારા પતિનાં મિત્રો, કુંટુંબના અમુક પુરુષોની
નજરમાં થોડો ફર્ક મારી આંખોએ માપી લીધો
નાનું કુંટુંબ અને સગાવહાલા એકંદરે જુજ હોવાથી
ધીરે ધીરે બધા પોતપોતાનાં ઘરે રવાના થયા
એક કામકાજી મહિલા હોવાથી ઓફિસમાં રોજ
પુરુષ કર્મચારીઓ સાથે મિત્રતાસભર વહેવાર હતો
જતાં જતાં
કુંટુંબનાં અમુક પુરુષો
મારા પતિના નજીકના મિત્રો
મારી ઓફિસના પુરુષ કર્મચારીઓ
પાડોસમાં રહેતા પુરુષો
બધાં કહેતા ગયા કે
મારા લાયક કામ-કાજ હોય તો બેધડક કહેજો
શરમાતા નહી
અમુક પુરુષોએ કહ્યું,
કંઈ પણ કામકાજ હોય, અડધી રાતે અમોને યા
દ કરજો
એક કામકાજી મહિલા હોવાના નાતે
“કામ અને કાજ” આ બંને શબ્દોનાં
અર્થ પુરુષોની જબાન કરતાં
એમની આંખો પરથી સમજી શકતી હતી
સફેદસાડી અને બ્લાઉસમાં જાણે હું કોઈ
બદલાયેલી વ્યકિત હોંઉ એ રીતે મારી સામે જોતા હતા
બેતાલીસ વર્ષની આકર્ષક લાગતી એક મહિલાની
અચાનક લોકો વધુ પડતી કેર લેવા માંડ્યા હતા
“કામ અને કાજ” બંને શબ્દો હજુ પણ મારા
મન અને મગજમાં કબજો જમાવી બેઠા હતા
બેડરૂમની લાઈટ બંધ કરવાનું પણ ભૂલી ગઈ
છત પર ગોળ ગોળ ફરતાં પંખાની જેમ
વિચારો મારા મગજની છત પર ફરતા હતાં
અચાનક બેડરૂમનાં દરવાજે ટકોરા પડયાં
ભાભી, કેમ આજે મોડી રાત સુધી જાગો છો
નિંદર આવતી નથી કે શું…
“કામ અને કાજ” શબ્દોના ડરના કારણે
મેં દરવાજો ખોલ્યો જ નહીં!