STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

તો પાછું જો

તો પાછું જો

1 min
14.2K


આમ પ્રગતીની હરણફાળ ભરી રહ્યો હોવ તો...
તો પાછું જો...

પોતાના છોડી સ્વ ની સંભાળ કરી રહ્યો હોવ તો...
તો પાછું જો...

શું રૂપિયા જ બધું હોઈ શકે?
નાનપણમાં મેળવેલ છાંયડો...જોવું હોય તે ઝાડ...
તો પાછું જો...

મિલકત જુદી છે દરેક મિજાજે...
જાણવું હોય કે તું કયા વૃક્ષની છે ડાળ...
તો પાછું જો...

આમતો સમય જ નથી તારી પાસે...
પણ યાદ હોય એ નિ:સ્વાર્થ કરેલો લાડ...
તો પાછું જો...

ઘણું કમાયો છે જીવનમાં દોસ્ત...
છેલ્લે એમની કરવી હોય દેખભાળ...
તો પાછુંં જો...

આમ પ્રગતીની હરણફાળ ભરી રહ્યો હોવ તો...
તો પાછું જો...

પોતાના છોડી સ્વની સંભાળ કરી રહ્યો હોવ તો...
તો પાછું જો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational