ઢીંગલો : કાવ્ય. શૌર્ય.
ઢીંગલો : કાવ્ય. શૌર્ય.

હુ નવડાવુ એમ નાહ્ય છે,
હુ ખવડાવુ એમ ખાય છે,
શર્ટ,ચડ્ડી,બુટ,મોજા,માથું ઓળી,
નાનો ઢીંગલો નિશાળે જાય છે,
તે જોઈ માં બાપ હરખાય છે,
પણ જાણ્યું કોઇએ,ઓલ્યા ઢીંગલાને શુ થાય છે?
હુ બોલાવુ એમ બોલે છે,
હુ છોલાવુ એમ છોલે છે,
પેન,પેન્સિલ,નોટ,પાટી,સંચો,રબર જોઈ
નાના ઢીંગલાની આંખો ભીંજાય છે,
તેને જાતો જોઈ માં - બાપ મલકાય છે,
પણ જાણ્યું કોઇએ,ઓલ્યા ઢીંગલાને શુ થાય છે?
rong>હુ પીવડાવુ એમ પીવે છે,
સેવ,મમરા,પૌંઆ,પાપડી ,ઠંડી ભાખરી આટલું જ,
બાકી નાના ઢીંગલાના સપના સંતાય છે,
પણ જાણ્યું કોઇએ,ઓલ્યા ઢીંગલાને શુ થાય છે?
હુ જીવડાવુ તેમ જીવે છે,
સપના સીવડાવુ એમ સીવે છે,
ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની મથામણ કે માથાકૂટ,
તેની વચ્ચે નાનો ઢીંગલો ગોથા ખાય છે,
બાપાને ગુજરાતી, માં ને અંગ્રેજીના સપના રચાય છે,
પણ જાણ્યું કોઇએ,ઓલ્યા ઢીંગલાને શુ થાય છે?