STORYMIRROR

Masum Modasvi

Inspirational

3  

Masum Modasvi

Inspirational

છે બધાં

છે બધાં

1 min
14.3K


લાગતા જોડે ઊભેલાં છે બધાં, 

ભીડમાં અતડા પડેલાં છે બધાં. 

લાગણી સરખી હ્રદયમાં છે મળી,

તે છતાં ઘ્રૃણાં ભરેલાં છે બધાં.

સ્હેજ ભીના ભાવથી સૌને મળે,

આદરો અંતર ધરેલાં છે બધા.

કામ પડતા જે સતત પુછા કરે,

મતલબે કેવા દબેલા છે બધા.

એક બીજાની સદા લેતા ખબર,

એટલાં શાણાં બનેલાં છે બધાં. 

માન મોભાની કરે સૌ ખેવના,

આજના માનવ ઠરેલા છે બધાં. 

દુ:ખ પીડાને અકેલા ભોગવે,

કેટલાં માસૂમ ફસેલાં છે બધાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational