STORYMIRROR

Trupti Trivedi

Inspirational

3  

Trupti Trivedi

Inspirational

મને માફ કરી દે !

મને માફ કરી દે !

1 min
14.5K


ચાલ દોસ્ત,
મને માફ કરી દે !

મેં વાતોથી, વર્તનથી, પ્રત્યક્ષ કે પરોક્ષ,
હરપળ તારું દિલ દૂભવ્યુ જ હશે !

તને નમી, મારે કાંઈક પામવું છે,
અહિંસા માર્ગે મારે ચાલવું છે.

ચાલ, સઘળું છોડી દઈએ,
મારૂં ને તારૂં છોડી એક રહીએ.

મનની શાંતિને પામવા,
મારી મનની વાત રાખવા.

ચાલ દોસ્ત મને માફ કરીદે,
મારી ભિતર એક શાંતિ આપીદે.

પર્વ પર્યુષણની પહેલા,
ખરાં અંતર ભાવથી સર્વે ને...
મિચ્છામી દુક્કડમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational