Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Trupti Trivedi

Romance Classics

3  

Trupti Trivedi

Romance Classics

જિંદગી

જિંદગી

1 min
7.1K


સગપણોમાં હુંફ પામે એ જ જાણે જિંદગી,

દુઃખ હજારો હોય તો પણ એજ માણે જિંદગી.

આભથી ઝાકળનું જે ટીપું પડ્યું'તું રાતના!

ફૂલને બસ એ જ આપી ગ્યું અજાણે જિંદગી

એમની ઝુલ્ફો સરીખો રેશમી એ દોર છે,

ક્યાંક ગૂંચાય ન જાયે ખેંચતાણે જિંદગી.

મોતથી બદતર દશા, યાને વિરહની આ વ્યથા!

એમના વિના અમે જીવ્યા પરાણે જિંદગી.

તૃપ્ત એની ધાર એવી થશે કે પૂછ મા

તું ચડાવી જો કવિતાની શરણે જિંદગી


Rate this content
Log in