આછું હસી જાશું
આછું હસી જાશું


તમે ચાહો અમે આછું હસી જાશું,
ભર્યા ભાવે અમે પાછા વળી જાશું.
ઇરાદા જિંદગી કેરા ભલે બાંધે,
કશું બોલ્યા વિના છાના મળી જાશું.
નશે નશમાં જગેલી તડપનો દાબી,
મરજની કમ કરી પીડા વહી જાશું.
છવાઈ અંધકારોમાં બની તારા,
પ્રકાશી રોશની આભા બની જાશું
સમયનાં બંધને 'તૃપ્તિ' વિરહ ભોગી,
નજરના ફેરવી ધારા ખમી જાશું.