"હારી ને પણ જીતી શકાય છે બાજી"
"હારી ને પણ જીતી શકાય છે બાજી"
જીવનના જંગમાં કેટલાય સપના ઓ ધારવાના હોય છે,
જીવનમાં કૈક પાસા જીતવાના તો કોઈ હારવાના હોય છે.
હારી ને પણ જીતી શકાય આશ જીવનની બાજી ને,
બસ વેર, ઝેર અને ઈર્ષ્યાને સ્નેહથી મારવાના હોય છે.
જીવનના દરેક દાવ હું ખેલદિલીથી રમતી જાઉં છું,
હાર હોય કે જીત આ મનડાં ને સમજાવતી જાઉં છું.
હારમાં હું હારી જતી નથી, જીતમાં હરખાઈ જતી નથી,
હાર કે જીતમાં સમતોલન રાખવા આ જિદ્દી મનને મનાવતી જાઉં છું.
