"મહેકતા મોગરા જેવું છે એનું બદન."
"મહેકતા મોગરા જેવું છે એનું બદન."
હજી પણ આંખોમાં એની છબી વસેલી છે,
એનીજ યાદોની પોટલી આજે મે ખોલેલી છે.
ગુલાબ જેવો ગુલાબી છે એનો ચહેરો!
ચમનની બધી કળીઓ એની સહેલી છે!
મહેકતા મોગરા જેવું સુગંધી છે એનું બદન,
જાણે એતો જીવતી જાગતી ચમેલી છે!
ખીલતા કમળ જેવું એનું વદન ગાલે ખંજન,
એનીજ વાત આજે મે ગઝલમાં કરેલી છે.
એના વિરહમાં નયન મારા સરિતા બની છલકાય,
એને જ મળવાની ઝંખના હૈયે જાગેલી છે.
મારા આ હૈયાની તો એ ધડકન છે,
ઈશ્વર પાસે એને મે માંગેલી છે