STORYMIRROR

Trupti Patel

Inspirational

4  

Trupti Patel

Inspirational

ત્યાગ

ત્યાગ

1 min
405

બહુ થઇ ગઇ આળસ, હવે જાગ તું,

કરવા કલ્યાણ કાયાનું, શોધ લાગ તું.


કરી લીધા બહુ કાવાદાવા અને પ્રપંચ,

બનાવ આ જિંદગીને, મહેકતો બાગ તું.


સત્કર્મ કરીને બાંધી લે પરભવનું ભાથું,

મહેકતી માનવતાનો આલાપ રાગ તું.


આજનું કામ તું કાલ પર ના છોડ,

બની જા સત્વરે પુણ્યકર્મનો ભાગ તું.


આવી જશે હવે અંતવેળા, હે માનવી!

વેરઝેર અને અભિમાનનો કર ત્યાગ તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational