પગરવ
પગરવ
મારા હૃદયમાં ધીમેથી માંડ્યો તેં પગરવ,
ધીમું ધીમું સંગીત પ્રેમનું હિલોળે ચઢ્યું.
થયો છે હળવેકથી અહીં પગરવ તમારો,
જોઈને હૃદય મારું આજે હિલોળે ચઢયું.
પધાર્યા હળવે હળવે મારા મનમંદિરમાં,
હાથ ન રહે આ હૈયું કેવું હિલોળે ચઢ્યું.
ક્યારની સાંભળતી આ વાયરાની વાતો,
મન પંખી થઈ ગગન પાંખે હિલોળે ચઢ્યું.
લહેરાતી હવાય બની ગઈ આજે સુનમુન,
પ્રેમનો પમરાટ થઈ હૈયું હિલોળે ચઢ્યું.
પૂછે કોઈ મને કે આ મન કેમ મલકાય છે?
કહીશ કે વાલમની રાહમાં હિલોળે ચઢ્યું.

