મુક્તિ
મુક્તિ
રોજ રોજ આમ ટોકવું,
તો કોઈ કોઈ વાર રોકવું.
જગના રીતરિવાજના નામે,
મનને બંધનમાં બાંધવું.
મળે ના હક કે અધિકાર,
તોય ફરજમાં પાછું ના પડવું.
હૃદયમાં ઘાવ પડે કારમા,
આમ ક્યાં સુધી દાઝવું.
કોઈક તો હશે ઈલાજ,
તો મનમાં કેમ દર્દ પાળવું ?
મળી જાય સ્ત્રીને મુક્તિ,
તો જગત રચે આગવું.
