વતન
વતન
1 min
161
મારો દેશ, મારું જ વતન,
કરું હું બહુ પ્રેમથી જતન,
ધર્મથી પહેલાં આવે દેશ,
રાષ્ટ્ર્રભક્તિ એ જ ભજન,
પ્યારી લાગે માટીની મહેક,
વિશ્વમાં ફેલાવું, બની પવન,
મહેકે આ ધરતીની માટી,
સુગંધ એની પહોંચે ગગન,
અમર રહે સદાય આ ધરા,
શત શત કરું હું તો નમન,
આકાશે લહેરાયો તિરંગો,
અભિમાનથી નિરખે નયન.
