ભવ્યતા
ભવ્યતા
1 min
300
હતી એક સમયે આપણી ભવ્યતા,
વ્યાપી ગઈ છે હવે સઘળી શૂન્યતા,
વિસરાઈ રહી છે આપણી સંસ્કૃતિ,
પાછી આવે, નથી એવી કોઈ શક્યતા,
ગ્રામ્યજીવનની પણ હતી એક મજા,
એની માટીમાં રમતાં, લાગતી ધન્યતા,
સાંજ પડે ને, વાગે ઝાલર મંદિરમાં,
પ્રસરાઈ જતી, વાતાવરણમાં દિવ્યતા,
નિર્દોષ અને નિ:સ્વાર્થભર્યું બાળપણ,
ક્યાંય ખોવાઈ ગઈ છે હવે એ મુગ્ધતા,
સૂની પડી છે હવે આ પનઘટની વાટ,
શોધ્યા કરું હું ક્યારે દેખાશે એ રમ્યતા.
