STORYMIRROR

Trupti Patel

Others

4  

Trupti Patel

Others

શ્યામ

શ્યામ

1 min
345

યમુના કાંઠે હું જળ ભરવા જાવું,

ગોપીઓ સંગ મહીડા વેચવા જાવું,


સજું હું સોળ શણગાર તારા નામના,

વૃંદાવનમાં તારા સંગ રાસ રચાવું,


વાજતેગાજતે પધારો ઘનશ્યામ,

રાતદિન હું તો તારા સપનાં સજાવું,


 સપનું મારું કર સાકાર, ઓ શ્યામ,

 કુમકુમ - અક્ષતથી હું તને વધાવું,


મનમંદિરે બિરાજો ઓ શ્યામ,

ઘેલી થઈને ગોકુળ ગામને નચાવું.


Rate this content
Log in