વેવિશાળ
વેવિશાળ
રોજ તારી વાતોથી બને સાંજ સુહાની,
તારો અને મારો સબંધ બની ગયો રૂહાની.
સ્પર્શે નહિ તું કદી, તો પણ હું રોમાંચિત,
એ જ તો છે તારા ને મારા પ્રેમની નિશાની.
સપનાં તારાં જોઉં વહાલમ! દિન ને રાત,
હું તો છું સદાય તારા પ્રેમની પાગલ દીવાની.
તારી યાદો ઝગમગે કાયમ મારા હૃદયે,
નિહાળું એમાં હું તસ્વીર તારી મનમાની.
સપનામાં તો આવ્યો,મળવા ક્યારે આવીશ,
રાતદિન કરું રટણ તારા નામનું બની મસ્તાની.
હૃદયથી હૃદય મળ્યું,એ જ 'વેવિશાળ',
બની ગઈ સફળ સફર,તારી ને મારી કહાની.
નસીબદાર છું હું, કે તું મળી ગયો આ જન્મે,
મળ્યો તારો પ્રેમ, સફળ થઇ મારી જિંદગાની.

