પહેલો વરસાદ
પહેલો વરસાદ
મોસમનો પહેલો વરસાદ આવે,
ને તારી યાદોનું વાવાઝોડું લાવે,
સાથે બેસીને માણેલી એ ક્ષણો,
મુરઝાયેલા ચહેરા પર સ્મિત લાવે,
જોયા કરું એકાંતમાં તસવીર તારી,
ભીડમાં પણ તારા જ વિચારો આવે,
વેરણ થઈ રાતો તારા વિરહમાં,
બંધ આંખે પણ તું જ નજર આવે,
ભર ચોમાસે મંદ મંદ સમીર વહે,
ભીની ભીની યાદોની સુગંધ લાવે,
પુલકિત થયું જોને મારું હૃદય,
વ્હાલમને મળવાની મોસમ લાવે.

