મુશળધાર
મુશળધાર
તારા વગરની જિંદગી સ્વીકારી,
તો પણ ગઈ નહીં આદત મારી,
જ્યાં જ્યાં પણ ફેરવું હું નજર,
ત્યાં ત્યાં દેખાય તસ્વીર તારી,
તું જ કહે હવે તો, હું શું કરું ?
હરપળ યાદ આવ્યા કરે તારી,
તારા વિનાનો દિવસ જેમતેમ જાય,
રાત પડે ને યાદ સતાવે તારી,
નીંદર મારી, વેરણ બની ગઈ
હવે જિંદગી લાગે ઘણી આકરી,
આવીને તું વરસી જા મુશળધાર,
ભીજાવું છે મારે, લાગણીમાં તારી.

