STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તું નિશ્ચય તો કર

તું નિશ્ચય તો કર

1 min
322

તું ખુદને સાબિત કરવાની કોશિશ તો કર,

તારા વર્ચસ્વને જાજરમાન બનાવવાની કોશિશ તો કર.


તું ઝીરો નહિ પણ ઈશ્વરે સર્જેલ હીરો છે,

તું છે ઈશ્વરનું શ્રેષ્ઠતમ સર્જન છે,

એ સાબિત કરવાની કોશિશ તો કર.


હાથની લકીરોમાં નથી તકદીર,

તું છે તકદીરનો બાદશાહ,

એ સાબિત કરવાની કોશિશ તો કર.


આમ પથ્થર પણ પીગળી જશે મીણ સમ,

તું ઝરણું બની અવિરત વહેવાનીકોશિશ તો કર.


સમંદરના ઊંડાણ ને વળી શુ માપવાના ?

આમ મરજીવા બની, મોતી મેળવવાની, કોશિશ તો કર.


નફરતની આગમાં ક્યાં સુધી બળ્યા કરીશ ?

પ્રેમનું બીજ વાવવાની, કોશિશ તો કર.


અગણિત ફરિયાદો અને અધૂરા સપનાઓના,

અંધકારમાં ક્યાં સુધી ગરકાવ રહીશ ?


મળ્યું છે માનખા જીવન, દીપ બની,

ઝળહળ થવાની કોશિશ તો કર.


શમણાં ઓની દુનિયામાં ક્યાં સુધી કરીશ ભ્રમણા તું ?

કરી લે જાત પર ભરોસો, સિકંદર બનવાની તું કોશિશ તો કર.


મેળવવા લક્ષ્યનું મોતી,

ખુદ પર એકલવ્ય જેવો ભરોસો તો કર.


ખુદ ને ખોજ તું રોજ રોજ,

આમ ખુદા મળી જશે તું શોધ તો કર.


કર નિશ્ચયતું જંગ જીતવાનો,

રસ્તાઓ પણ મળી જશે જુદા જુદા,

તું અડગ નિશ્ચય તો કર.


ઉભી છે મંઝિલ સામે ચૂમવા તને,

અંત સુધી થાક્યા વગર,

વિજયપથ પર ચાલવાની કોશિશ તો કર.


કર્મોની તલવારની તેજસ્વી તું ધાર કર,

સફળતાની નદી તું પાર કર,


સારથી કૃષ્ણના બોધ પર તું વિચાર તો કર,

આમ જીવનપથમાં વિજયપથ, હાંસિલ તો કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational