ક્ષણભર
ક્ષણભર
કે આ જીવનમાં મોજ ક્ષણભર હશે, ખબર ન્હોતી,
મારી તકલીફોથી ખુદા બેખબર હશે, ખબર ન્હોતી,
હજુ સાગરમાં જ તરી રહ્યો છું, જરાય ડૂબ્યો નથી,
આ થવું તારી હાજરીની અસર હશે, ખબર ન્હોતી,
નક્કામી ઉપાધિ કરતો રહ્યો હું જીવનભર, ઠીક છે,
પણ થવાની તો મૃત્યુ પછી કદર હશે, ખબર ન્હોતી,
તારું ઠેકાણું મંદિરમાં કેમ છે તે તો આજે સમજાયું,
હે ઈશ્વર, તું પણ કદાચ બેઘર હશે, ખબર ન્હોતી,
શરીર નાશવંત થવાની ઘટનાને માની હતી આખર,
પરંતું આત્માની અવિરત સફર હશે, ખબર ન્હોતી !