ખૂણામાં
ખૂણામાં

1 min

21
હૃદયનાં એક ખૂણામાં ઘણી ઈચ્છા છુપાયેલી છે,
પણ જગતમાં લાગણી કાયમ તરછોડાયેલી છે,
કોણ કોને અને કેટલું સમજાવી શકે સંબંધમાં ?
મહાભારત અને રામાયણ બધેય લખાયેલી છે,
નસીબથી કોઈ ફરિયાદ રાખીને ફરવું શા કારણે,
પ્યાલો અડધો ભરેલો છે, ના માનવું કે ખાલી છે,
બેઠો છું હું મંદિરમાં ઈશ્વરની ખૂબ નજીક છતાં,
તે જગાએ પણ મને બસ તમારી ખોટ સાલી છે,
જરાક થોભી ગયો છું એવી જગ્યાએ એમાં તો,
આ દુનિયામાં મારાં પરાજયની વાતો ચાલી છે !