STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Classics

3  

Vishvesh Jhala (ઉમંગ)

Classics

પથ્થર

પથ્થર

1 min
17

કોણે કહ્યું છે કે હું પથ્થર છું?

હું નથી માનતો કે હું ઈશ્વર છું,


આ મહેક તો મારો સ્વભાવ છે,

પણ હું ક્યાં વળી અત્તર છું!


દુઃખ મળે છે તોય દુઃખ નથી થતું,

હવે એ લાગણીથી બેઅસર છું,


ને આવડા મોટા જગતનું શું કરવું?

જેમાં હું છત હોવા છતાં બેઘર છું?


સજ્જડ રાખી છે મેં દરેક સાથે એ,

મોહ-માયામાં તો હું કાયમ કઠોર છું!


સાચવી લેજે મને, હું ભલે સમય નથી,

પણ તારાં જીવનનો એક અવસર છું!


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Classics